Latest Gujarati Whatsapp Status SMS Shayari Quotes



બારેમાસ મહેનતની, લીલીછમ મોસમ રહે છે,
તબિયત એટલેજ તો મારી, સદા ઓસમ રહે છે.
-Saket Dave...

...................................................................


આપણા સંબંધ એટલે !
કંઇક ખૂટે છે !
              કંઇક ખૂટે છે ! નો એક ભાસ માત્ર !
               પણ શું ખૂટે છે !??
              એની કંઇ કરતા કંઈ જ ખબર નથી !!!
...................................................................


શબ્દની શરુઆત જો તુ કરે તો હું વેરવિખેર થઇ જાઉં
પ્રેમ ના વરસાદમાં તુ આવે તો હું તરબતર થઇ જાઉં
ઘોર નશા માં તારા ન હોવાનો મને એહસાસ થાય છે
આ વિયોગ નો જો તુ અંત કરે તો હું સરભર થઇ જાઉં
રાજુ દવે.....
.....................................................................


નશો ત્યારે મજૂરીનો, મને કેવો સરસ ચડે છે,
પરસેવે રેબઝેબ ખુલ્લું ડીલ, ને પવન અડે છે.
              -Saket Dave...

....................................................................


"આપણે ગુજરાતી"
હા..હા..હા..ખવાય એટલું ખાય અને રાત માટે ડબ્બા ભરતા જાય.....

...................................................................

પંખી ને પિંજરામાં પુરી ને તો બધા પ્રેમ દેખાડે,
કોઇ ઉડતુ પંખી ખભા પર બેસી જાય,
સાચો_પ્રેમ એને કેહવાય..

...................................................................

આપણા સંબંધ એટલે !
વર્ષોથી વિરાન પડેલ એવા સંબંધનું બાંધકામ !
જે Plinth level સુધી આવીને અટકી ગયેલ છે !
              જેના કારણે સુંદર સંબંધઘરની આશા ઉઘાડી પડી ગઈ છે !
              સંબંધઘર બાંધવા માટે લીધેલ લાગણીની લોન તો Plinth levelમાં જ ખર્ચાઈ ગઈ છે !
              ને નવી પ્રપોઝલ reject થઈ ગઈ છે !
...................................................................

ભગવાન ને દાન કરતાં પહેલાં એક વખત તમારા ભાઈ કે મિત્ર ની પરિસ્થિતિ જોઇ લેજો કારણ કે કદાચ તમારા દાન ની જરુર ભગવાન કરતા વધારે તમારા ભાઇ કે મિત્ર ને હશે
...................................................................

આધાર સમજી પકડી હતી જેને
એ લાઠી ની પરાધીનતા ફગાવી
દીધી..
              સ્વાવલંબી બની ગયા સાચા
              અર્થમાં..!!
             -સુધાબારોટ"અમૃતા"
...................................................................


મારો હાથ ઝાલીને રાહ ચીંધ્યો , દિશાઓ બદલાઈ ગઈ ,
ભીતર રાખ્યો દીવો સળગતો અંધારાની નજર વિખરાઈ ગઈ ,
સુગંધ ફેલાવા મારા ઘરમાં અચાનક ધૂપસળી સળગાવી ,
               સ્વયંને સુગંધીત કરવા ધૂપ-દીપની પ્રજળતા જીરવાઈ ગઈ ,....................................................................
>>>વ્હાલા મિત્રો , આ શાયરીઓ પસંદ આવે તો જરૂરથી કોમેંટ કરજો.......શેર કરજો...
આપના સુચનો જણાવજો..........

0 Response to "Latest Gujarati Whatsapp Status SMS Shayari Quotes"

Post a Comment